Natrani

27-માર્ચ વિશ્વ્ રંગમંચ દિવસ #worldtheatreday. 27-માર્ચ-2018 દિવસ અમદાવાદના વિવિધ નાટ્ય સંસ્થા અને નાટ્યકારો એ આનંદથી ઉજવ્યો. અમદાવાદનું રંગમંચ માટેનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ઘણી નાટ્ય સંસ્થાઓ આવી જેમણે અમદાવાદના રંગમંચમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે એવા અમદાવાદમાં આવેલા વિશેષ રંગમંચ વિષે જાણીયે…

Scrapyard

કલાકારનું પોતાનું રંગમંચ બને તો..કલાકારનું પોતાનું નાનકડું ઘર બને તો.. એ વિચારની ફળશ્રુતી એટલે પાલડીમાં નાનકડી જગ્યામાં નાટકને જીવંત રાખવામાં વામન પરંતુ વિરાટ પગલું એટલે ‘સ્ક્રેપયાર્ડ’. યોગશીલ નાટ્યકર્મી, સામાજિક મુદ્દાઓ (સમસ્યા)ને કલાના માધ્યમે લોકો સુધી પહોંચાડતા આધુનિક દિગ્દર્શક કબીર ઠાકોર. વ્યવસાયે આર્કિટેક પરંતુ ચોકઠામાં પણ નાટકનો સેટ વિચારી લે તેવા નાટ્યકર્મી. પોતાની અનેક વ્યસ્તતા વચ્ચે પણ નાટક માટે સમય કાઢી લે તેટલા નાટ્યપ્રેમી. આજે સ્ક્રેપ યાર્ડ એવી જગ્યા છે જ્યાં યુવાનો નાટકના રિહર્સલ થઇ શકે સાથે, ચર્ચા કરી શકે સાથે જ વ્યાવસાયીક નાટકોના પ્રયોગ પણ થઇ રહ્યા છે સાવ નજીવી કિંમતે. સ્ક્રેપ યાર્ડમાં શરૂઆતના દિવસોમાં મોટરની લાઇટ, ભૂંગળા, ડબલાઓ ભેગા કરી તેમાંથી લાઇટની વ્યવસ્થા કરી, કાળો પડદો પાડી મંચ બનાવ્યું અને એક નવી સફર શરૂ કરી. આજે મુંબઇ, ચેન્નાઇથી લઇ દિલ્લીના નાટકોના અહીં પ્રયોગ થાય છે. ન્યૂક્લીયર સાયન્ટિસ્ટથી લઇ પ્રતિષ્ઠિત મેટા એવોર્ડ જીતનાર કલાકારે અહીં સફળ નાટક કર્યા છે. કબીરભાઇનું માનવું છે કે ૧૫૦ વારની જગ્યામાં ૧૫૦ લોકો શાંતિથી બેસી નાટક માણી શકે એટલે બહુ છે. વ્યવસાયે આર્કિટેક હોવા છતાં આવનારી પેઢી નાટકમાં જાડાય અને નાટકને જીવંત રાખે તે માટે સ્ક્રેપયાર્ડ જેવી જગ્યા આપી યુવાનોને ઉડવા ખૂલ્લું આકાશ આપ્યું.

KabirScrapyard

Ouroboros – The Art Hub

Ouroboros થિયેટર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલ છે જેમાં પ્રાયોગિક પ્રોડક્શન્સ, ઇન્ટેન્સિવ થિયેટર વર્કશોપ્સ, તાલીમ, ફેસ્ટિવલ્સ અને ઘણું બધું સામેલ છે. થિયેટરની શરૂઆત 1-જાન્યુઆરી 2017 માં થઇ. ઘણા ઓછા સમયમાં Ouroboros અમદાવાદમાં પોતાનું અલગ સ્થાન બનાવી ચૂક્યું છે જેનો શ્રેય જાય છે તેના સ્થાપક અને ગુજરાતી નાટકમાં જાણીતા નાટ્યકાર ચિરાગ મોદી ને. ચિરાગ મોદીએ 14 ફેબ્રુઆરી 2012 માં પોતાની થિયેટર કંપનીની શરૂઆત કરી જેમાં તેમણે ઘણા નાટકો, વર્કશોપ અને થિયેટર ફેસ્ટિવલ્સ પણ કર્યા. તેમણે ગુજરાત બહાર જઈને પણ નાટકોના પ્રયોગો કર્યા અને પોતાની પહેચાન બનાવી. ગુજરાતના કલાકારો અને નાની થિયેટર કંપનીને પ્રોફેશનલ પ્લેટફોર્મ મળી રહે તથા ગુજરાતી નાટકોનો વ્યાપ વધે એ આશયથી Ouroboros – The Art Hub ની શરૂઆત થઇ છે. અત્યારે Ouroboros માં ફક્ત ગુજરાતી જ નહીં પણ અંગ્રેજી અને હિન્દી નાટકોના પણ પ્રયોગો થાય છે અને દિલ્હી, બેંગ્લોર, મુંબઈ થી કલાકારો પર્ફોર્મ કરવા આવે છે. Ouroboros માં દોઢ વર્ષમાં જ 100 થી વધારે નાટકોના એકથી વધારે પ્રયોગો થઇ ચુક્યા છે.

OuroborosChirag Modi

Natrani

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલું નટરાની થીએટર અમદાવાદના લોકો માટે કલા, સાહિત્ય અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. ૧૯૪૯માં મૃણાલીની અને ડો. વિક્રમ સારાભાઈના સહિયારા વિચારથી આ થીએટરની શરુઆત થઇ. આજે તેમના દિકરી અને દેશભરમાં જાણીતા નૃત્યાંગના મલ્લીકા સારાભાઈ તેમના આ વિચારને સતત આગળ ધવાપી રહ્યા છે. નટરાની આજે અમદાવાદના લોકો માટે અજાણ્યું નામ નથી. હમણાં જ તેમનું કડક બાદશાહી નામે જેવા બ્રોડ-વે શોની બીજી સિઝન લઇને તેમણે સૌને અમદાવાદ સાથે જાડી દીધા હતા. નટરાની એક વર્ષમાં ૮૦થી વધુ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું હોય છે સાથે જ વર્ષ દરમિયાન સંગીત અને વિવિધ નૃત્યના વર્ગોની સાથે સાથે એક્ટિંગ વર્કશોપ, થિએટર વર્કશોપ અને બાળકો માટે વેકેશનમાં ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવતું હોય છે. નટરાનીમાં થીએટર એક્ટવીટીની સાથે કેફેમાં પણ યુવાનો સાહિત્ય અને કલાની વાતો કરવાનો અને મળવાનો માહોલ પુરો પાડે છે. નટરાનીમાં જાવેદ અખ્તર, અનુપમ ખેર, અમજદઅલી ખાં, શોભા મુદગલ, ટોમ અલ્ટર, ઝાકીર હુસૈન, દીપ્તી નવલ, નંદિતા દાસ, રાહુલ બોઝ જેવા અનેક જાણીતી હસ્તીઓ મહેમાન બની ચૂક્યા છે. દેશને સારા કલાકાર અને નૃત્યાંગના આપવાની સાથે આજના ઝડપી યુગમાં કલાને સાચવવા માટેનો પ્રયાસ અનેકોને પ્રેરણા આપતું રહે છે.

Natranimallika-sarabhai-

Fanatika

અમદાવાદનું એક એવું થિએટર ગ્રુપ જે ફક્ત ગુજરાતમાં જ નહિ પણ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ફલક પર નાટકના પ્રયોગો કરે છે. એવું થિએટર ગ્રુપ જેના ટ્રેનિંગ પ્રોગ્રામનો આધાર ઈન્ડો-યુરોપિયન ટેક્નિક છે. નાટકો દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિ આ થિએટર ગ્રુપનો આશય છે. તેના આંતરાષ્ટ્રીય નાટકના પ્રયોગો સાંસ્કૃતિક આદાનપ્રદાનની પ્રવૃત્તિઓ જ એક ભાગ છે. ફનાટિકા ગુજરાતી-અંગ્રેજી નાટકો સહીત ગુજરાતી અને અંગ્રેજી વાચિકમના પણ પ્રયોગો કરે છે. ફનાટિકા પ્રથમ એવું થિએટર ગ્રુપ છે જેને 2018 માં પહેલ વહેલી વાચિક્મ સ્પર્ધાનું અમદાવાદમાં આયોજન કર્યું હતું. ફનાટિકાનું સંચાલન ચિંતન પંડયા કરે છે જે પોતે એક સારા કલાકાર અને નાટ્યકાર છે.

29573139_379548185787494_3958380665062627286_n29573326_379548189120827_4383200684184342049_n

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *