IMG_5311

રખડપટ્ટી -1 : પ્રકાશના ગર્ભની શોધમાં

ઇતિહાસ… કોઇ સદીઓ જૂના મંદિરની મૌન મૂર્તિઓ જેવો છે સમયના કઠોર વજ્રઘાત વચ્ચે પણ આજે પણ અડીખમ ગુંજતો રહે છે એ અતૂટ વિશ્વાસની સાથે કે, કોઇ ભવિષ્યનો મખલમી સ્પર્શ મને થશે અને હું ફરી સ્વસ્થ થઇને મારી વાર્તા સંભળાવીશ, મારા ગર્ભમાંથી નવા એક ભવિષ્યને જન્મ આપીશ… *** … અને આ ઇતિહાસની ગુંજ સાંભળવા હું નિકળી […]

IMG-20190321-WA0002

મેઘધનુષ – 10 : ફાગણ ફોરમ તો આયો

  સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું સાવ રે સુક્કા ઝાડને […]

1-min_0

મેઘધનુષ-9 : માર્ચ ‘ટાર્ગેટ’

કેટલાકનું ચાલે તો 12 મહિનામાંથી ‘માર્ચ’ નામનો મહિનો જ કાઢી જ નાખે એટલો ગુસ્સો આવે, કેમ કે ‘ટાર્ગેટ’ પૂરા કરવાના હોય. 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્કના ટાર્ગેટ, બિઝનેસ હેડ્સને બિઝનેસના ટાર્ગેટ તો અકાઉન્ટિંગના લોકોને કાળા-ધોળાના ટાર્ગેટ પૂરા કરવાના હોય. આ લોકોનું ‘માર્ચ એન્ડિંગ’ તો માર્ચ પૂરો થયા પછી પણ ક્યાંય સુધી ચાલ્યા કરે. વર્ષ શરૂ […]

pothi2

ગુજરાતની હસ્તલિખિત પોથીઓ

આજે વિશ્વ્ માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે. આપણે જાણવું જરુરી બની જાય છે કે આપણી ભાષા, આપણા ઇતિહાસ ની જાણવણી સદીઓથી કેવી રીતે થતી આવી રહી છે. ગુજરાતની હસ્તલિખિત પોથીઓ ઉત્તર ભારતની સંગીતકળા માટે જૂના કાળે એક ઉક્તિ જાણીતી હતી: ‘ઘર ઘર ઢોલકી, ઘર ઘર તાન; ઉસકા નામ હિંદુસ્તાન.’ માત્ર સંગીત જ નહીં પણ વિધા […]

23319474_10210368098982753_7836469371853229753_n

ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ – 1

ગુજરાતની ધરતીને કુદરતે છૂટે હાથે સૌંદર્ય બક્ષ્યું છે. પૂર્વમાં સહ્યાદ્રિ અને સાતપુડાના પર્વતોની હારમાળા, પશ્ચિમમાં કચ્છનું રણ, ઉત્તરે ગિરિરાજ આબુની ડુંગરમાળા અને દક્ષિણે દમણગંગાનું નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા ગુજરાતના ગૌરવંવતા લોકજીવનના વિસ્તાર-પટ પર નજર કરીશું તો સમૃદ્ધ એવો કળા, સંસ્કાર અને સંસ્કૃતિનો મૂલ્યવાન વારસો ધબકતો નજરે પડે છે. અહીં મેં લોકવિધા, લોકકલા અને સંસ્કૃતિનો સંદર્ભ રાખ્યો […]

2018-05-08_01.00.49

મેઘધનુષ-8: ઢાઈ અક્ષર પ્રેમ કે

આ વર્ષે દુનિયાભરમાં શિયાળો તોડી નાખે એવો જોરદાર રહ્યો. એક તરફ ચારે તરફ શુષ્કતા ફેલાવીને હવે શિયાળો ધીમે ધીમે તેનો સામાન બાંધી વિદાય લેશે ત્યારે બીજી તરફ તાજગી અને આનંદનું વાતાવરણ લઇ આગમન કરશે વસંત. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે, ‘ઋતુઓમાં હું વસંત છું’. આ વસંત એટલે પ્રેમ, ઉત્સવ અને લાગણીની ઋતુ. વાતાવરણમાં અલગ […]

index1

આદિજાતિ સંસ્કૃતિની સુવાસ

વડોદરા જિલ્લાના વિભાજનથી છોટાઉદેપુરના હિસ્સે આવેલી આદિજાતિ સંસ્કૃતિ અનેકવિધ વૈવિધ્યથી સમૃધ્ધ છે. આદિજાતિ સંસ્કૃતિમાં જન્મ, મરણ, વિવાહ, લગ્ન, હોળી, દિવાળી, દિવાસો જેવા પર્વો, ઉત્સવો સાથે સંકળાયેલા વિવિધતાભર્યા રીતરીવાજો, સંગીત, નૃત્ય, ગીતોનો અખૂટ અને અવનવો વારસો અનાદિકાળથી ચાલ્યો આવે છે અને આજે પણ સચવાયો છે. આવો જ એક ઉત્સવ છે ગામદેવતાની પેઢી બદલવાનો જે હાલમાં છોટાઉદેપુર […]

meghfood7

મેઘધનુષ-7 : આવ્યો શિયાળો

આવ્યો શિયા‌ળો ઠંડી લઇને ગોદડીયાળી બંડી લઇને… આવ્યો શિયાળો… સુરેશભાઈએ પહેર્યુ સ્વેટર મયુરભાઈએ બાંધ્યું મફલર શીલા આવી શાલ ઓઢીને … આવ્યો શિયાળો… ઢંડો વાયુ વાયો સઘળે ડોશી માની દાઢી ખખડે તાપે સૌએ સગડી લઇને… આવ્યો શિયાળો… ખજૂર ચીકી બોર લાવ્યો પતંગ માંજો દોર લાવ્યો શેરડીની ગંડેરી લઇને… આવ્યો શિયાળો…   શિયાળામાં જ્યારે જ્યારે આ બાળગીત […]

foreign-diwali-destinations-featured

મેઘધનુષ-6 : ખુશીઓનું પેકેજ – દિવાળી

ઓફિસથી ઘરે આવતા સાંજે રસ્તા પરથી પસાર થતા મારી નજર ફટાકડાની દુકાન પર પડી. મારી નાની ભત્રીજી માટે ફટાકડા જોયા. એક જૂઓ ને એક ભૂલો એવા.. જોરદાર.. પણ સવારે જ છાપાના સમાચાર યાદ આવ્યા કે કોર્ટે ફટાકડા ફોડવા તો બે જ કલાક આપ્યા છે… હવે ફટાકડાય ગ્રીન ફોડવાના બોલો… એટલે ‘ભીંતભડાકા’ લઇને ત્યાંથી ઘરે આવ્યો. […]